1444 ગ્રંથના રચયિતા...આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી..🌹
🌹1444 ગ્રંથના રચયિતા...આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી..🌹 *********************************************** રાત સમસમ વહેતી હતી. મધરાતનો સમય હતો. પંડિત હરિભદ્ર પોતાના મહેલમાં મધરાત સુધી આમતેમ આંટા મારી રહ્યા હતા. એમના હૃદયમાં મુંઝવણ વ્યાપી હતી.😞 પંડિત હરિભદ્ર એટલે ભારતનું ગૌરવ. જેની જીભે માઁ સરસ્વતીનો વાસ હતો. જેને ચૌદ ચૌદ વિદ્યાઓ મુખમાં રમતી હતી. જે કોઇ પણ ગ્રંથનું પાનું હાથમાં લે અને તેની બધી આંટીધૂટી ક્ષણવારમાં સમજી જાય તેવા પંડિત હરિભદ્ર આજે વિચારોનું વાવાઝોડું ફૂંકાયું હતું..💥 પંડિત હરિભદ્ર ચિત્રકૂટના રાજપુરોહિત હતા. એમને અભિમાન હતું કે બ્રહ્માંડમાં ગમે ત્યાં ભમી વળો. તમને મારા જેવો બુદ્ધિશાળી શોધ્યો ન જડે ! 😇પંડિત હરિભદ્ર શ્રેષ્ઠ વિદ્વાન હતા. તેઓ હંમેશા કોદાળી, જાળ અને નિસરણી આ ત્રણે વસ્તુઓ સાથે રાખીને બધે ફરતા.. 👉કોદાળી એટલા માટે સાથે રાખતા કે એમની સાથે કોઇ વાદવિવાદ કરી શકે તેવો વિદ્વાન પાતાળમાં પણ છૂપાયો હોય તો કોદાળીથી પાતળના પડ તોડીને એ પ્રતિભાને બહાર લાવી શકે અને હરાવીને પોતે અજેય રહી શકે ! 👉જાળ એટલા માટે રાખતા કે શાસ્ત્રાર્થના પટાંગણમાં સામનો કરી શકે તેના પ્રજ્ઞા સ...