જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી..
*🌺જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી..*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*(૧) ભવનિર્વેદ :* સંસારના સુખ પ્રત્યે અણગમો (વૈરાગ્ય)
*(૨) માર્ગાનુસારિતા :* તત્ત્વને-મોક્ષમાર્ગને અનુસરવાપણું.
*(૩) ઇષ્ટફલસિદ્ધિ :* ધર્મ આરાધના સ્વસ્થતાથી ચાલે તેટલી ઇષ્ટફલ-જીવન જીવવાની સામગ્રીની પ્રાપ્તિ.
*(૪) લોકવિરુદ્ધનો ત્યાગ :* આલોક, પરલોક, ઉભયલોક વિરુદ્ધ કાર્યોનો ત્યાગ.
*(૫) ગુરુજનપૂજા :* માતાપિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે વડીલોની આદરપૂર્વક સેવા.
*(૬) પરાર્થકરણ :* નિઃસ્વાર્થ ભાવે પરોપકાર
*(૭) શુભગુરુનો યોગ :* ચારિત્રસંપન્ન સદગુરુનો યોગ-સમાગમ.
*(૮) તેમના વચનની સેવા :* ગુરુના વચનની સેવા અર્થાત્ આજ્ઞાપાલન.
*(૯) ભવે ભવે તમારા ચરણની સેવા :* દરેક જન્મમાં પ્રભુની આજ્ઞાનું પાલન.
*(૧૦) દુઃખનો ક્ષય :* સુખના ભૌતિક સાધનોથી દુઃખનો પ્રતિકાર માત્ર થાય છે, પણ દુઃખનો સર્વથા ક્ષય પરમાત્માની કૃપા અને આરાધનાથી થશે.
*(૧૧) કર્મનો ક્ષય :* દુઃખનું કારણ કર્મ છે. એ કર્મનો ક્ષય વીતરાગપ્રભુએ કહેલા ધર્મથી થાય છે.
*(૧ર) સમાધિ મૃત્યુ :* જીવનની સફળતા સમાધિ મૃત્યુ છે, પંડિત મૃત્યુ છે. જે આત્મા જ્ઞાની બને તે જ આવું મૃત્યુ પામે.
*(૧૩) બોધિલાભઃ* જૈનધર્મની, સમ્યક્ત્વની પ્રાપ્તિ...
➖➖➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
Comments
Post a Comment