પાલીતાણા… .બાબુના દેરા નો ઇતિહાસ… ધનવસહી ટુંક
🙏પાલીતાણા… .બાબુના દેરા નો ઇતિહાસ… ધનવસહી ટુંક🙏
જે ધરતી પર અનંતા જીવો મોક્ષે ગયેલા છે… એમ કહેવાય છે કે તે ભૂમિના કાંકરે કાંકરે અનંતા સિદ્ધા થઈ ગયા.… જે ભૂમિ પર ૨૩ તીર્થંકરો વિચરણ કરેલ છે… તે પાવન ભૂમિ ની સ્પર્શના કરવાનું કોને મન ના થાય… તે ભૂમિ એટલે શાશ્વતા તીર્થ શેત્રુંજય(પાલીતાણા).
___________________
પ્રતાપસિંહ દુગ્ગડ બાબુ
અઝીમ ગંજ (કલકત્તા) ના શ્રેષ્ઠી હતા. એવું કહેવાય છે કે એક બાજુ હિંદુસ્તાનની સંપતિ અને બીજી બાજુ બાબુની સંપતિ.
એકવાર શેઠાણી મેહતાબ કુમારીને શેત્રુંજયતીર્થ માં બિરાજમાન આદેશ્ચર દાદા* ના દર્શન કરવા ની ભાવના થઈ.
પણ શેઠાણી મહેતાબ કુમારી જ્ય તળેટી ચઢતા થાકી ગયા.
તેમના મન માં વિચાર આવ્યો કે હું ઘડપણ માં પાલીતાણા ડુંગર પર આદેશ્વર દાદા ના દર્શન કેવી રીતે કરીશ.અને મારા જેવા ઘરડા માણસ કેવી રીતે આદિનાથ દાદાના દર્શન કરશે.
તેઓ વતન પાછા ગયા અને દીકરા ( રાયબહાદુર ધનપત સિંહ દુગગડ)ને વાત કરી. તેઓની ઈચ્છા વ્યક્ત કરી કે ધરડા લોકો જે ચાલવા માટે અશક્ત તથા જે લોકો ડોલી ના કરી શકતા હોય તેમના માટે તળેટીમાં દર્શન અર્થે આદિનાથ ભગવાનનું ડુંગર ઉપર છે તેવું દેરાસર બનાવવું. જેથી અશક્ત માણસો દાદાના દર્શનનો લાભ લઇ શકે.
તેમના દીકરાએ માતાની ઈચ્છા પરિપૂર્ણ કરવા કલકત્તાથી પાલીતાણાનો છરી પાલિત સંઘ કાઢ્યો. ૬ મહિને ચાલતો સંઘ પાલીતાણા પહોચ્યો. રસ્તામાં જ્યાં જ્યાં વિસામો આવતો ગયો ત્યાં ત્યાં તીર્થ પ્રભાવના કરતા ગયા. કેટલાયે દેહરાસર નું ભૂમિ ખનન કર્તા ગયા. છેલ્લે આજના બાબુના દેરાનું ખનન કરી સંઘ આઝમગઢ પરત ફર્યો. જ્યાં જ્યાં રસ્તામાં ખનન કરેલ ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા કરતા સંઘ મુકામે આઝમગઢ પહોંચ્યો.
પાલીતાણાના આ બાબુના દેરામાં આદિનાથના ભાવ દર્શન કરતા ધન્યતા અનુભવીએ. આ રાય બહાદુર ધનપતસિંહ દુગ્ગડના નામ પરથી ઘન વસહીની ટૂંક ઓળખાય છે.
Comments
Post a Comment