ફાગણ સુદ આઠમઅદ્દભુત દિવસ - અપૂર્વ મહિમા

આજે ફાગણ સુદ આઠમ
અદ્દભુત દિવસ - અપૂર્વ મહિમા
શ્રી આદિનાથ પ્રભુ પોતે ગિરિરાજ પર પધાર્યા..
દેવોએ સમવસરણની રચના કરી.
રાયણ વૃક્ષ તળે, બાર પર્ષદામાં બિરાજમાન થઈ
સર્વજ્ઞ એવા પ્રભુએ માલકૌંસ રાગમાં ૩૫ ગુણ થી યુક્ત એવી વાણીમાં દેશના ના દાન દીધા..
દેવો - દાનવો - માનવો અને તિર્યંચો એ મીઠી અને મધુરી એવી પ્રભુવાણી નું રસપાન કર્યું.
આવી અપૂર્વ ઘટના લાખો - ક્રોડો અબજો વર્ષ નહિ પણ 
પૂર્વ નવાણું વખત બની. એટલે કે ...
698544 00 00 00 00 00 વખત આવી ઘટના બની..
આશ્ચર્ય એ વાતનું છે કે પ્રભુ અગણિત વાર આવ્યા ત્યારે દરેક વખતે *મહિનો ફાગણનો* હતો.
અને દરેક વખતે *તિથિ અજવાળી આઠમ* હતી...

શ્રી સિદ્ધ ગિરિરાજ અને શ્રી આદિનાથ દાદા સાથે સીધો સંલગ્ન થતો એક માત્ર દિવસ એટલે ... ફાગણ સુદ ૮
🪷

Comments

Popular posts from this blog

श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

श्री हंथुण्डी तीर्थ- राता महावीरजी