યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ બુધ્ધિ સાગર
યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ બુધ્ધિ સાગર સુરીશ્વરજી મહારાજા નો જન્મ વિ. સં. ૧૯૩૦ મહા વદ ૧૪ વિજાપુર મા થયો હતો.જિનશાસન ના અધિષ્ઠાયક દેવ શ્રી ઘંટાકર્ણ વિર દેવ ના એકમાત્ર સર્જક અને અદભુત ૧૦૮ થી પણ અધિક સાહિત્યગ્રંથોના રચયિતા અને ૧૨૦ વર્ષ પૂર્વે અભુતપૂવૅ આગાહી કરનાર એવા યોગનિષ્ઠ શ્રીમદ નો આજે જન્મ દિવસ છે.
આ યોગી મહાત્મા ના પોતાના હસ્તે એમને દેખાએલી આકૃતિ આબેહુબ એક શીલા ઉપર કંડારી એમના યોગ બળે સાવ નાની બાળા ના મસ્તક પર ઉપડાવી સ્થાપિત કરાવી જે આજે એ શીલા ઉપર કંડારેલ શ્રી ઘંટાકર્ણ વિર ના નામથી સમગ્ર દુનિયા ના જૈન અને જૈનેતરો ની મોટી અને મહાન આસ્થા તરીકે જગત ભરમાં આસ્થાને માન્ય તરીકે પ્રચલિત થઈ છે. આવું હતું આ યોગી નું યોગબળ જે યોગનિષ્ઠ આચાર્ય તરીકે પ્રતિષ્ઠા પામ્યા.
આવીજ એક અદભુત વાત એમણે આજથી ૧૨૦ વર્ષ પૂર્વે એક કાવ્ય "એક દીન એવો આવશે" મા લખી જે આજના યુગની અક્ષરસ આગાહી સાબિત થઈ. દુનિયાના જેટલા પણ જયોતિષાચાયોૅ થયા હશે તે બધામાં આગવું સ્થાન પામ્યા આ અમારા યોગી ગુરૂ યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ.
આની સાથે એક મહાન કાર્ય લોક સુધી સાહિત્ય પહોંચાડી ને કર્યું છે. લગભગ ૧૬૦ ગ્રંથો ની રચના કરીને એક વિક્રમ સર્જ્યો છે. આવા યોગી આ દુનિયા માં તો આ એકજ છે.
જેમનુ મહાન યોગબળ આજે પણ આ દુનિયા યાદ કરે છે.
શ્રીમદ ની દીક્ષા વિ. સં. ૧૯૫૭ માગસર સુદ ૬ પાલનપુર. આચાર્ય પદ વિ. સં. ૧૯૭૦ માગસર સુદ ૧૫ પેદા પુરી. તેઓ કાળધર્મ પામ્યા વિ. સં. ૧૯૮૧ જેઠ વદ ૩ વિજાપુર.
એમની સમાધિ વિજાપુર શ્રી બુધ્ધિસાગર સુરી જૈન સમાધિ મંદિર ખાતે આજે પણ એજ યોગબળ સાથે છે અને હાલ એનો જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે.
આજે પણ એનો પ્રભાવ તમે જાતે દર્શન કરવા માટે જાવ અને તમારી ઈચ્છાઓ માટે સફળતા મળશે એ વાત તમે જાતેજ અનુભવી શકશો.
આજ એમની મહાનતા હતી કે રોગી ને રોગમુક્ત દુખી ને દુઃખમુક્તિ.
યુગોના યુગો જશે પણ આ યોગબળ માનવ માત્રને સહાયભૂત બનશે.
Comments
Post a Comment