નમિ - વિનમિ

નમિ - વિનમિ 

       ઋષભદેવ ભગવાન સાથે કચ્છ - મહાકચ્છ નામના ક્ષત્રિય રાજાઓએ દીક્ષા લીધી. તે વખતે તેમના પુત્રો નમિ - વિનમિ  બહાર ગયા હતા. આવ્યા ત્યારે ભરત મહારાજાએ રાજ્ય આપવા માંડ્યું પણ તે ન લેતા પ્રભુ પાસે આવીને સેવા કરવા લાગ્યા. તે વખતે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવે છે. તેમની ભક્તિથી પ્રસન્ન થયેલ ધરણેન્દ્ર તેમને વિધાઓ અને વૈતાઢયની દક્ષિણ - ઉત્તર શ્રેણીનું રાજ્ય આપે છે. 

       ભરતચક્રી છ ખંડ જીતવા નીકળ્યા ત્યારે નમિ - વિનમિ સાથે યુદ્ધ થયું. અંતે નમિ - વિનમિ પરાજય પામ્યા. ભરતની આજ્ઞા સ્વીકારી પણ વૈરાગ્યથી પોતાના પુત્રોને રાજ્ય આપી સંયમ સ્વીકાર્યું. સંયમની આરાધના કરી ગિરિરાજ પર પધાર્યા. અનશન કરી ફાગણ સુદી 10ના દિવસે બે ક્રોડ મુનિ સાથે મોક્ષમાં ગયા.

Comments

Popular posts from this blog

श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ

શ્રી સીમંધર સ્વામી નું ચરિત્ર

श्री हंथुण्डी तीर्थ- राता महावीरजी