श्री मल्लिनाथ भगवान
श्री मल्लिनाथ भगवान
श्री मल्लिनाथ परमात्मा के तीन भव हुए। पूर्व भव में परमात्मा की आत्मा वैजयंत नाम के विमान में रहकर वहाँ तैंतीस सागरोपम का आयुष्य पूर्ण कर मतिज्ञान , श्रुतज्ञान और अवधिज्ञान के साथ इक्ष्वाकुवंश के कश्यप गोत्र के विदेह देश की मिथिला नगरी के राजा कुंभ की प्रभावती राणी की कुक्षी में फागुण सुद चौथ के दिन मेष राशि अश्विनी नक्षत्र में मध्यरात्रि के समय च्यवन हुआ। तब प्रभु की माता ने चौदह स्वप्न देखे थे ।
मल्लिनाथ प्रभु मिथिला नगरी के राजा कुंभ की प्रभावती राणी की कुक्षी में नौ महीने और सात दिन रहे। मार्गशीर्ष सुद अगयारस के दिन अश्विनी नक्षत्र में मध्यरात्रि में प्रभु का जन्म हुआ। तब छप्पन दिककुमारीकाओ ने आकर सूतीकर्म किया। चौसठ इन्द्रों ने मेरु पर्वत पर एक करोड़ साठ लाख कलशों से प्रभु का जन्माभिषेक महोत्सव किया।
प्रभु की दायी जांघ पर कुंभ का लंछन था। नील वर्ण और पच्चीस धनुष्य की काया थी। प्रभु एक सौ वर्ष कुमार अवस्था में रहे।
नौ लोकांतिक देव आकर प्रभु को तीर्थ स्थापना कर जगत का कल्याण - उद्धार करने के लिये विनंती करते है। प्रभु हरदिन एक करोड़ आठ लाख सोना मोहर का दान देते है। मिथिला नगरी से दीक्षा का वरघोड़ा निकलता है। प्रभु जयंती शिबिका में बैठकर सहस्राम्र वन में पधारते है। वहाँ अशोकवृक्ष की नीचे लोच करते है , अठ्ठम का तप करके एक सौ वर्ष की आयु में मार्गशीर्ष सुद एगयारस के दिन मेष राशि और अश्विनी नक्षत्र में तीन सौ के साथ दीक्षा ग्रहण की। तब प्रभु को चौथा मनपर्यवज्ञान हुआ। दीक्षा समये इन्द्र ने दिया देवदुष्य जीवनभर रहा था।
प्रभु दीक्षा के बाद बिना प्रमाद निद्रा किये अप्रमत भाव से मिथिला नगरी के सहस्राम्र उधान में अठ्ठम का तप के साथ अशोकवृक्ष के नीचे ध्यान में थे तब प्रभु को दीक्षा के दिन ही केवलज्ञान हुआ। लोकालोक के सर्व भावों को देखने और जानने लगे। प्रभु अठारह दोषों से रहित हुए , आठ प्रतिहार्य और चौतीस अतिशयों से युक्त हुए। तब देवों ने आकर समवसरण की रचना की। प्रभु मध्य सिंहासन मे तीन सौ धनुष्य बड़े अशोकवृक्ष की नीचे बैठकर चार मुख से सामायिक के स्वरुप को समजाती पैंतीस गुणों से युक्त वाणी से देशना दी। देशना सुनकर अनेक स्त्री पुरुषों ने दीक्षा ली। भिषज आदि अट्ठाईस गणधर हुए।
प्रभु विचरण करते हुए समेतशिखर पधारते है। वहा मासक्षमण का तप करके , कार्योत्सर्ग मुद्रा में पाँच सौ के साथ फाल्गुन सुद बारस के दिन पूर्व रात को मेष राशि और भरणी नक्षत्र में मोक्ष में गये। तब प्रभु का चारित्र पर्याय चौपन हज़ार नौ सौ वर्ष का था और पंचावन हज़ार वर्ष का प्रभु का आयुष्य पूर्ण हुआ। प्रभु का शासन चौपन लाख वर्ष तक चला था। प्रभु के शासन में एक दिन के बाद मोक्ष मार्ग शुरु हुआ था जो संख्यात पुरुष पाटपरंपरा तक चला था। प्रभु के शासन में स्त्री तीर्थंकर अच्छेरा हुआ था। प्रभु के भक्त राजा अजित थे। प्रभु के माता पिता महेन्द्र देवलोक में गये थे।
શ્રી મલ્લિનાથ ભગવાન
મલ્લિનાથ ભગવાનના 3 ભવ થયા. પૂર્વ ભવમાં પ્રભુનો આત્મા વૈજયંત નામના વિમાનમાં હતા. ત્યાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને ત્યાં રહેલ મતિજ્ઞાન , શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના વિદેહ દેશની મિથિલા નગરીના રાજા કુંભની પ્રભાવતી રાણીની કુક્ષીએ ફાગણ સુદ 4ના દિવસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું. ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા.
પ્રભુ માતાના ઉદરમાં 9 માહ અને 7 દિવસ રહ્યા. માગશર સુદ 11ના દિવસે અશ્વિની નક્ષત્રમાં મધ્યરાત્રિએ પ્રભુનો જન્મ થયો. ત્યારે 56 દિક્કકુમારીકાઓ આવીને સૂતિ કર્મ કર્યું. 64 ઈન્દ્રો એ મેરુ પર્વત પર 1 કરોડ 60 લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો.
પ્રભુની જમણી જાંઘ પર કુંભનું લંછન હતું. નીલ વર્ણ અને 25 ધનુષ્યની કાયા હતી. પ્રભુ 100 વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા.
પ્રભુ દરરોજ 1 કરોડ 8 લાખ સોનૈયાનું દાન આપે છે. મિથિલા નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળે છે. પ્રભુ જયંતી શિબિકામાં બેસીને સહસ્રામ્ર વનમાં પધારે છે. ત્યાં અશોકવૃક્ષની નીચે લોચ કરે છે. અઠ્ઠમનો તપ કરતાં 100 વર્ષની ઉંમરે માગશર સુદ 11ના દિવસે મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં 300ની સાથે દીક્ષા લે છે. ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન થાય છે. દીક્ષા સમયે ઈંદ્રએ આપેલું દેવ દુષ્ય જીવનભર રહે છે.
પ્રભુ દીક્ષા પછી પ્રમાદ નિંદ્રા કર્યા વગર અપ્રમત્તપણે મિથિલા નગરીના સહસ્રામ્ર વનમાં અઠ્ઠમનો તપ કરતાં અશોકવૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે પ્રભુને દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાન થયું. લોકાલોકના સર્વ ભાવોને દેખતા અને જાણતાં થયા. પ્રભુ 18 દોષ રહિત થયા. 8 પ્રાતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ મધ્ય સિંહાસને 300 ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને ચાર મુખથી સામાયિકના સ્વરૂપને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. દેશના સાંભળીને સાંભળીને અનેક સ્ત્રી પુરુષે દીક્ષા લીધી. ભિષજ વગેરે 28 ગણધર થયા.
પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતાં કર્યોત્સર્ગ મુદ્રામાં 500 મુનિની સાથે ફાગણ સુદ 12ના દિવસે પૂર્વ રાત્રે મેષ રાશિ અને ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 54900 વર્ષ હતો , અને 55000 વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. પ્રભુનું શાસન 54 લાખ વર્ષ સુધી ચાલ્યું હતું. પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયો જે સંખ્યાત પુરુષ પાટ પરંપરા સુધી ચાલ્યો હતો. પ્રભુના શાસનમાં સ્ત્રી તીર્થંકરનું અચ્છેરું થયેલ. પ્રભુના ભક્ત રાજા અજિત હતા. પ્રભુના માતા પિતા માહેન્દ્ર દેવલોકમાં ગયા હતા.s
Comments
Post a Comment